Home> LifeStyle
Advertisement
Prev
Next

Home Remdedies For Hiccup: વારંવાર હેડકી આવે છે? તો ગભરાવાની જરૂર નથી અપનાવો આ ઉપાય

Home Remdedies For Hiccup: વારંવાર હેડકી આવે છે? તો ગભરાવાની જરૂર નથી અપનાવો આ ઉપાય

નવી દિલ્હીઃ એવું કહેવાય છે કે, હેડકી આવે તો કોઈ તમને યાદ કરતું હોય છે. પણ એવું બિલકુલ નથી હોતું. જીવનશૈલીમાં બદલાવ આવવાથી, વધારે તણાવ લેવાથી અને ધૂમ્રપાન કરવાથી અચાનક હેડકી આવવા લાગે છે. તેમાંથી છૂટકારો મેળવવા માટે અમુક ઘરેલું નુસ્ખા છે.

fallbacks

મધનું સેવન કરોઃ
જો તમને સતત હેડકી આવી રહી છે તો એક ચમચી મધનું સેવન કરો. તેની મિઠાસ નર્વ્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે. અને હેડકીમાં રાહત મળે છે.

લીંબુ કરશે મદદઃ
હેડકીને રોકવા માટે તમે લીંબુની મદદ લઈ શકો છો. લીંબુની પાતળી સ્લાઈસના રસનું સેવન કરો. તે હેડકી રોકવાનું કામ કરશે.

આઈસ બેગનો કરો ઉપયોગઃ
જો તમે હેડકીને રોકવા માગો છો તો ગળા પર આઈસ બેગ રાખો. તમે આઈસ બેગની જગ્યાએ ઠંડા પાણીના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી હેડકી રોકવામાં મદદ મળશે. 

વિનેગરનો કરો ઉપયોગઃ
હેડકી રોકવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે વિનેગરના બે ટીપા મોઢામાં નાખો. તે તરત જ હેડકીમાંથી રાહત આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More